અમદાવાદઃ અમદાવાદ એરપોર્ટ પર એક મહિનામાં બીજી વખત બર્ડહિટની બીજી ઘટના બની છે. 7 ડિસેમ્બરે વારાણસીથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઇટ જ્યારે એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં જ હતી, તે સમયે અમદાવાદ રિવરફ્રન્ટ પાસેના વિસ્તારમાં 1200 ફૂટની ઊંચાઈ પર ફ્લાઇટ સાથે પક્ષી અથડાયું હતું. પક્ષી અથડાતાં વિમાનના નોઝનો ભઆગ તૂટી ગયો હતો. ઘટનાના કારણે ફ્લાઇટમાં સવાર 173 મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.
પક્ષી ફ્લાઇટ સાથે અથડાયા બાદ તુરંત જ પાઇલટ દ્વારા અમદાવાદ એટીસીને ઘટનાની જાણ કરવામાં આવી હતી, જેથી તાત્કાલિક એર સ્ટ્રીપ ફ્લાઇટ માટે ખુલ્લી રાખી સુરક્ષિક લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે ડીજીસી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં રિવરફ્રન્ટ ખાતે પક્ષીઓનાં ઝુંડ મોટાપાયે હોવાનું જણાયું હતું.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં અમદાવાદ એરપોર્ટ પાસે બર્ડહિટની આ બીજી ઘટના છે, તો છેલ્લા પાંચ મહિનામાં બર્ડહિટની ત્રણ ઘટના બની ચૂકી છે. ઓગસ્ટમાં ગો-ફર્સ્ટ, ઓક્ટોબરમાં અકાશા અને ડિસેમ્બરમાં ઇન્ડિગોની ફ્લાઇટને બર્ડહિટના
કારણે ઇમર્જન્સી લેન્ડિંગ કરાવવી પડી છે.

