વિધાનસભા 2022ની ચૂંટણીમાં કયા મોટા ઉમેદવારની હાર?

Wednesday 14th December 2022 04:44 EST
 

ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં ભાજપનું બુલડોઝર કોંગ્રેસ અને આપના અનેક મોટાગજાના નેતાઓ અને ઉમેદવારોની કચડીને નવો વિક્રમ સ્થાપિત કરી ગયું. ભાજપની આ સુનામીમાં કોંગ્રેસ અનેક એવા નેતાઓ હતા, જે પોતાના વિસ્તારમાં સારું પ્રભુત્વ ધરાવતા હોવાથી અને તેમને હરાવવા ખૂબ મુશ્કેલ ગણાતા હતા. આપના પણ કેટલાક એવા ઉમેદવારો હતા, જેઓ સારું કાઠું કાઢે તેવી શક્યતા સેવાઈ રહી હતી, પરંતુ તેઓ ભાંખોડિયા જ રહી ગયા. જો કે કેટલીક એવી બેઠકો પણ રહી જ્યાં મોટાગજાના ભાજપના ઉમેદવારને પણ હારનો સામનો કરવો પડ્યો છે.
કોણ હાર્યું પક્ષ બેઠક
જવાહર ચાવડા      ભાજપ       માણાવદર
હર્ષદ રીબડિયા      ભાજપ       વિસાવદર
અશ્વિન કોટવાલ     ભાજપ       ખેડબ્રહ્મા
રમણ પટેલ          ભાજપ        વિજાપુર
પરેશ ધાનાણી      કોંગ્રેસ         અમરેલી
વીરજી ઠુમ્મર        કોંગ્રેસ         લાઠી
અમરીશ ડેર         કોંગ્રેસ        રાજુલા
પ્રતાપ દુધાત        કોંગ્રેસ         સાવરકુંડલા
કનુ કલસરિયા      કોંગ્રેસ         મહુવા
ઋત્વિક મકવાણા   કોંગ્રેસ         ચોટીલા
સુખરામ રાઠવા     કોંગ્રેસ         પાવીજેતપુર
પ્રભાતસિંહ ચૌહાણ કોંગ્રેસ         કાલોલ
ચંદ્રિકાબેન બારિયા  કોંગ્રેસ        ગરબાળા
લલિત વસોયા       કોંગ્રેસ         ધોરાજી
બળદેવજી ઠાકોર    કોંગ્રેસ         કલોલ
વિક્રમ માડમ        કોંગ્રેસ         ખંભાળિયા
ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ          રાજકોટ પૂ.
મૂળુ કંડોરિયા       કોંગ્રેસ          દ્વારકા
પૂંજા વંશ            કોંગ્રેસ          ઉના
લલિત કગથરા      કોંગ્રેસ          ટંકારા
જાવિદ પિરઝાદા    કોંગ્રેસ          વાંકાનેર
મહેન્દ્રસિંહ વાઘેલા  કોંગ્રેસ          બાયડ
લાખા ભરવાડ      કોંગ્રેસ           વિરમગામ
હિમાંશુ પટેલ       કોંગ્રેસ           ગાંધીનગર દ.
છોટુ વસાવા        અપક્ષ           ઝઘડિયા
મધુ શ્રીવાસ્તવ      અપક્ષ           વાઘોડિયા
દિનેશ પટેલ         અપક્ષ           પાદરા
ઇસુદાન ગઢવી      આપ            જામખંભાળિયા
ગોપાલ ઇટાલિયા   આપ             કતારગામ
અલ્પેશ કથીરિયા    આપ            વરાછા રોડ
ધાર્મિક માલવિયા    આપ            ઓલપાડ


comments powered by Disqus