સેલવાસ નગરપાલિકા હેઠળ આવાસ અને શહેરી મંત્રાલય ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જે હેઠળ નાના દુકાનદારોને પોતાનો ધંધો વિકસાવવા રૂ. 10 હજારથી લઈ રૂ. 50 હજાર સુધીની લોન આપવામાં આવી રહી છે. આ યોજના માટે સેલવાસ પાલિકામાં 2151 પથ વિક્રેતાઓ દ્વારા રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે, જેમાંથી 1165 વેપારીઓની લોનને સ્વીકૃતિ મળી ચૂકી છે, તો 1022ને લોન મળી ચૂકી છે. આ લાભાર્થીઓ પૈકી 898ને વિવિધ યોજનાઓ જેવી કે જનધન યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, શ્રમયોગી માનધન યોજના અને વન નેશન વન રેશનકાર્ડનો લાભ મળશે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત પ્રશાસકના માર્ગદર્શન અને સેલવાસ પાલિકા પ્રમુખના દિશાનિર્દેશમાં પાલિકા કોન્ફરન્સ હોલ ખાતે પરિચય બોર્ડ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પથ વિક્રેતાઓનું પરિચય બોર્ડ અને પ્રધાનમંત્રીના હસ્તાક્ષર પરિપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

