સેલવાસમાં વ્યાજખોરોના અજગર ભરડમાં ફરી એક યુવાન ફસાયો હોવાનું જાણવા મળ્યું છે, જ્યાં વ્યાજખોરોથી કંટાળી યુવાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ડોકમરડી વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજખોરોથી કંટાળી ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર હરિઓમ નામના યુવાને પાંચ વર્ષ પહેલાં વ્યાજખોર વિનિતસિંહ પાસેથી રૂ. 30 હજાર વ્યાજે લીધા હતા. જેની સામે અત્યાર સુધીમાં રૂ. 1.80 લાખથી વધુ રકમ વ્યાજરૂપે આપી ચૂક્યો છે. આ અંગે વ્યાજખોર વિનિતે હરિઓમને જણાવ્યું હતું કે તે રૂ. 5 લાખ લીધા છે અને તે તારે પરત આપવા પડશે.
પીડિત હરિઓમે આ અંગે જણાવ્યું કે, વિનિત સિંહ અને તેના સાગરીતો મને કારમાં બેસાડી જાનથી મારી નાખવાની ધમકી આપી ચૂક્યા છે.

