સોમનાથ રેલવે સ્ટેશનની મંદિરની જેમ કાયાપલટ

Wednesday 14th December 2022 05:40 EST
 
 

રાજકોટ: સોમનાથ રેલવે સ્ટેશનનું રૂ. 157.4 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે. ત્રણ વર્ષમાં એટલે કે 2025માં આ કામ પૂરું થઈ જશે. મુખ્ય સ્ટેશન ભવનની છત પર 12 શિખર હશે, જે 12 જ્યોતિર્લિંગનું પ્રતિનિધિત્વ કરશે. સ્ટેશનની ડિઝાઇન ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના વિવિધ પાસાને આધારે તૈયાર કરવામાં આવી છે. જેમાં પ્રાચીન તેમજ આધુનિક વાસ્તુકલા પણ જોવા મળશે. રેલવે સ્ટેશનના પુન: નિર્માણની કામગીરી પશ્ચિમ રેલવેના ભાવનગર યુનિટ દ્વારા કરવામાં આવી રહી છે.
• ભીડ ના રહે તે મુજબનું પ્લેટફોર્મ અને અંદર આવવા, બહાર જવાની વ્યવસ્થા કરાઈ.
• આધુનિક પાર્કિંગ, કોનકોર્સ વેઇટિંગ રૂમ
• આખા સ્ટેશનમાં વાઇ-ફાઇની સુવિધા પણ હશે
• ઊર્જા, પાણી તથા સંસાધનોનો ઉપયોગ થશે
• સ્ટેશન ભવન ગ્રીન બિલ્ડિંગ હશે
• બેટરી સંચાલિત વાહનોના સંચાલનની સુવિધા
• અત્યાધુનિક સંરક્ષણ સાથે સુરક્ષા વ્યવસ્થા કરાઈ


comments powered by Disqus