અલવિદા HER MAJESTY એલિઝાબેથ II

21 એપ્રિલ 1926 - 8 સપ્ટેમ્બર 2022

Friday 16th September 2022 04:09 EDT
 
 

બ્રિટનની રાજગાદી પર સૌથી વધુ લાંબો સમય રાજ કરનાર ક્વીન એલિઝાબેથ બીજાનું 8 સપ્ટેમ્બર 2022ના ગુરુવારના રોજ 96 વર્ષની જૈફવયે સ્કોટલેન્ડના તેમના નિવાસસ્થાન બાલમોરલ કેસલ ખાતે નિધન થતાં રાજવી પરિવાર, સમગ્ર બ્રિટન અને વિશ્વ શોકમાં ગરકાવ થઇ ગયાં હતાં. ક્વીન એલિઝાબેથ બીજા વિશ્વના સૌથી વયોવૃદ્ધ રાજવી પણ હતાં. 1952માં બ્રિટનમાં મહારાણી નિયુક્ત થયેલાં એલિઝાબેથ બીજાએ બ્રિટન પર 70 વર્ષ રાજ કર્યું. મહારાણીના નિધનના પગલે બ્રિટનમાં 10 દિવસનો શોક જાહેર કરાયો હતો. તેમની અંતિમ વિધિ 19 સપ્ટેમ્બરના સોમવારના રોજ લંડનમાં વેસ્ટમિન્સટર એબે ખાતે યોજાશે.


comments powered by Disqus