ઈન-સ્પેસ સેન્ટર વિશ્વ માટે પણ મોટી ભૂમિકા ભજવશેઃ મોદી

Tuesday 14th June 2022 15:04 EDT
 
 

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતને વધુ એક ભેટ આપી છે. અમદાવાદમાં તેમણે ઈનસ્પેસ સેન્ટરનું ઉદ્ધાટન કર્યું છે. આ સાથે તેમણે ઈસરોના વૈજ્ઞાનિકોને અભિનંદન પણ પાઠવ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈન-સ્પેસ સેન્ટરની સંબોધન પણ કર્યું છે, જેમાં તેમણે કહ્યું કે, હવે વૈજ્ઞાનિકો અને યુવાનોને નવું વિચારવાનો મોકો મળશે. ઈન સ્પેસ સેન્ટર નવા અવસર લઈને આવશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના સંબોધનમાં જણાવ્યું કે, ભારતના યુવાનોને ટેલેન્ટ બતાવવાનો મોકો મળશે. ઈન-સ્પેસ દરેક લોકો માટે નવો અવસર લઈને આવશે. ખાનગી કંપનીઓને પ્રોત્સાહન આપવાનો આ એક ખાસ ઉદ્દેશ છે. પ્રાઈવેટ સેક્ટરને ખાલી વેન્ડર બનાવતા હતા. વૈજ્ઞાનિકો અને યુવાનોને નવા વિચારો પર કામ કરી શકતા ન હતા, જે હવે ખુલ્લા વિચારો પર કામ કરી આગળ આવશે. આ રીતે દેશના યુવાનો-વૈજ્ઞાનિકો માટે તો આ મહત્વનું છે, સાથે ઈન-સ્પેસ સેન્ટર વિશ્વ માટે પણ મોટી ભૂમિકા ભજવશે.
 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદમાં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન (IN-SPACE)ના મુખ્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહ્યા હતા. માહિતી અનુસાર, ઇન-સ્પેસ નોડલ એજન્સી હશે, જે સ્પેસ પ્રવૃત્તિઓ અને બિન-સરકારી ખાનગી સંસ્થાઓને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સંબંધિત સુવિધાઓનો ઉપયોગ કરવાની મંજૂરી આપશે.


comments powered by Disqus