ગામડાંના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથીઃ અમિત શાહ

Tuesday 14th June 2022 15:14 EDT
 
 

આણંદ: ગામડાઓના વિકાસ વિના ભારતનો વિકાસ શક્ય નથી. ગ્રામીણ ભારત અંગે મહાત્મા ગાંધીના સપનાઓને સાકાર કરવા માટે દેશના શિક્ષિત યુવાનો સ્વવિકાસ સાથે દેશના વિકાસમાં પણ પોતાનું યોગદાન આપવું જોઈએ, એમ આણંદ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ રૂરલ મેનેજમેન્ટ, આણંદ (ઈરમા)ના 41માં પદવીદાન સમારોહમાં હાજર રહેલાં દેશના ગૃહમંત્રી અમિત શાહે હાજર વિદ્યાર્થીઓ, વાલીઓ અને અન્ય અગ્રણીઓને સંબોધતા જણાવ્યું હતું. ગ્રામીણ વિકાસમાં કેન્દ્ર સરકારની ભૂમિકા અંગે માહિતી આપતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગ્રામ વિકાસ માટે સરકાર ત્રણ વિભાવનાના આધારે કામ કરી રહી છે. સમારોહમાં 251 વિદ્યાર્થીઓને રૂરલ મેનેજમેન્ટમાં પોસ્ટ ગ્રેજયુએટ ડિપ્લોમા ઈન મેનેજમેન્ટ (પીજીડીએમ)ની પદવી એનાયત કરવામાં આવી હતી. આ સમારોહમાં પીજીડીએમ (રૂરલ મેનેજમેન્ટ) ગ્રેજયુએટ અવિનીશ અરોરાને શૈક્ષણિક શ્રેષ્ઠતા બદલ કુચીભોતલા વાસંતી ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.


comments powered by Disqus