નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા રાહુલ ગાંધીની પૂછપરછ

Tuesday 14th June 2022 14:55 EDT
 
 

નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ કેસમાં EDના સવાલોના જવાબ આપવા બીજા દિવસે રાહુલ ગાંધી કાર દ્વારા તપાસ એજન્સીની ઓફિસે પહોંચ્યા હતા. તેમની સાથે કારમાં પ્રિયંકા ગાંધી પણ હતા. રાહુલને ઈડી ઓફિસમાં ડ્રોપ કર્યા બાદ પ્રિયંકા ત્યાંથી નીકળી ગયા હતા.કોંગ્રેસ કાર્યાલયની બહાર થયેલા હોબાળાને કારણે ત્યાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
કોંગ્રેસ નેતા રણદીપ સિંહ સુરજેવાલાને ઢસડીને પોલીસે વાનમાં બેસાડી દીધા હતા. તેમના સિવાય અન્ય નેતાઓની પણ પોલીસે અટકાયત કરી છે. વિરોધ દરમિયાન સુરજેવાલા અને ચિદમ્બરમને ઈજા થઈ હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર પૂછપરછ દરમિયાન તેમના જવાબથી એજન્સી સંતુષ્ટ ન હતી. તેમની પાસેથી કેટલાક પેપર પણ મંગાવવામાં આવ્યા છે. રાહુલે ઘણી વખત એજન્સીના પ્રશ્નનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જેના કારણે તેમને મંગળવારે ફરીથી બોલાવવામાં આવ્યા છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની અટકાયત
રણદીપ સિંહ સુરજેવાલા, હરીશ રાવત, કેસી વેણુગોપાલ, અધીર રંજન ચૌધરી, ગૌરવ ગોગોઈ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, રંજીત રંજન, ઈમરાન પ્રતાપગઢી સહિત ઘણા કાર્યકરોને પોલીસે અકબર રોડ પરથી અટકાયત કરી છે. તેમને બદરાપુર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. સોમવારે પણ દિલ્હી પોલીસે લગભગ એક હજાર કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી, જેમને મોડી રાત્રે છોડી મૂકવામાં આવ્યા હતા.


comments powered by Disqus