કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત લથડી
કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીની તબિયત બગડી છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી તોડા દિવસ પહેલાં જ કોરોનાનો શિકાર બન્યા હતા. અહેવાલો અુસાર સોનિયા ગાંધીને રવિવારે સવારે ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટર પર આ માહિતી આપી હતી.
ભારતે ત્રણ ડ્રાફ્ટની વાત માનવાનો ઇનકાર કરી દીધો
164 સભ્ય ધરાવતા વિશ્વ વવેપાર સંગઠન (WTO)ની પ્રધાન સ્તરીયબેઠકનો જિનીવામાં પ્રારંભ થાયતે પહેલાં ભારતે સંગઠના ત્રણ મુસદ્દા, માછલી પકડવા, કૃષિ અને કોવિડ વેક્સિન પેટન્ટ મુદ્દે અસહમતી વ્યક્ત કરી છે. વિકસિત દેશો વિરુદ્ધ આ મુસદ્દાઓ પર ભારતનો સાથ આપવા માટે વિશ્વના 80 અન્ય દેશ પણ સામે આવ્યા છે. WTO છેલ્લા 20 વર્ષથી ગેરકાયદે, અનિયમિત માછલી પકડવા પર સબસિડી સમાપ્ત કરવા અને સ્થાયી માછલી પકડવાને પ્રોત્સાહિત કરવા દબાણ કરી રહ્યું છે, પરંતુ ભારત તેનો વિરોધ કરી રહ્યું છે કારણ કે તે પણ કૃષિની જેમ જ લોકોની આજીવિકાનો મુદ્દો છે. ભારત જેવા દેશોને અન્ય દેશોએ ફેલાવેલી ગંદકીની જવાબદારી લેવા કહેવાય છે.
ભારત 2027 સુધી પાંચ ટ્રિલિયન ડોલનું અર્થતંત્ર બનશેઃ સીઈએ
દેશના મુખ્ય આર્થિક સલાહકાર (સીઈએ) અનંત નાગેશ્વરને કહ્યું છે કે ભારત કોવિડ-19ના પ્રકોપથી અનુકણ યોગ્ય વાપસી કરી રહ્યું છે. અર્થતંત્રના દરેક માપદંડ અને ગતિવિધિઓ કરોનાના પૂર્વ સ્તરને પાર કરી ચૂકી છે. તેમણે કહ્યું હતું કે અમે 2027 સુધી પાંચ ટ્રિલિયન ડોલરની જીડીપી ધરાવતો દેશ બની જશે.
સેલિબ્રિટી ખોટી જાહેરાત કરશે તો રૂ. 50 લાખ સુધીનો દંડ
નવીદિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા લોકોને ગેરમાર્ગે દોરતી જાહેરાતો પર અંકુશ લાવવા પગલાં લેવામાં આવ્યા છે. આ માટે નવી માર્ગરેખાઓ જાહેર કરાઈ છે. નવા નિયમો મુજબ જે સેલિબ્રિટિઝ દ્વારા કોઈપણ પ્રોડક્ટ માટે જાહેરાત એન્ડોર્સ કરવામાં આવી હોય તેમાં તેમણે ફરજિયાતપણે રસ દર્શાવવો પડશે. જો તેનો ભંગ કરાશે તો રૂ. 50 લાખ સુધીનો દંડ થશે. પ્રોડક્ટ અંગે પોતાના સ્પષ્ટ અભિપ્રાય દર્શાવવાનાં રહેશે. સેરોગેટ જાહેરાતો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ગેહલોતની ભાજપને માત કોંગ્રેસને ૩ સીટ, ચંદ્રા હાર્યા
ચાર રાજ્યોમાં રાજ્યસભાની 16 સીટો માટે શુક્રવારે મતદાન યોજાયું હતું. રાજસ્થાનની ચાર સીટમાંથી કૉંગ્રેસે ત્રણ અને ભાજપએ એક જીતી છે. રાજસ્થાનમાં ભાજપ સમર્થિત અપક્ષ ઉમેદવાર સુભાષ ચંદ્રા હારી ગયા છે. જ્યારે ભાજપના ધારાસભ્ય શોભારાનીએ કૉંગ્રેસની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે.
રેકોર્ડબ્રેક 18 લાખે ચારધામ યાત્રા કરી
કોરોના મહામારીને કારણે છેલ્લાં બે વર્ષથી પ્રતિબંધ બાદ આ વર્ષે શરૂ થયેલી ચારધામ યાત્રામાં શ્રદ્વાળુઓનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ચારધામ યાત્રા શરૂ થવાના માત્ર એક મહિનાના જ સમયમાં અત્યાર સુધીમાં 18 લાખ શ્રદ્વાળુઓએ દર્શનનો લાભ લીધો છે. આંકડાઓ પર નજર કરીએ તો, આ સપ્તાહના ગુરુવાર સુધીમાં બદ્રિનાથ ખાતે 6,18,312 શ્રદ્વાળુઓ અને કેદારનાથ ખાતે 5,98,590 શ્રદ્વાળુઓ નોંધાયા હતા. જ્યારે ગંગોત્રી ખાતે 3,33,909 શ્રદ્વાળુઓ ધસારો તેમજ યમુનોત્રીની 2,50,398 શ્રદ્વાળુઓએ મુલાકાત કરી હતી.
પર્યાવરણ ઈન્ડેક્સમાં ભારતનો સૌથી ખરાબ દેખાવે
પર્યાવરણ મુદ્દે દેખાવની બાબતમાં અમેરિકા સ્થિત સંસ્થાઓના એક ઈન્ડેક્સમાં ભારત 180 દેશોની યાદીમાં સૌથી નીચા ક્રમે આવ્યું છે જ્યારે યુરોપીયન દેશ ડેન્માર્ક ટોચ પર છે. 'યેલ સેન્ટર ફોર એન્વાયરમેન્ટલ લો એન્ડ પોલિસી' અને કોલંબિયા યુનિવર્સિટીના સેન્ટર ફોર ઈન્ટરનેશનલ અર્થ સાયન્સ ઈન્ફર્મેશન નેટવર્ક દ્વારા તાજેતરમાં પ્રકાશિત 2022 પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક (ઈન્ડેક્સ)માં ભારતનો દેખાવ પાકિસ્તાન કરતાં પણ ખરાબ હોવાનું જોવા મળ્યું છે. આ ઈન્ડેક્સમાં ભારત સાથે ચીનનો દેખાવ પણ ખરાબ છે.
ઉદ્યોગપતિ તાતાને ડોક્ટરેટની માનદ પદવી
ઉદ્યોગપતિ અને તાતા જૂથના ચેરમેન રતન તાતાને મુંબઇની એચએસએનસી યુનિવર્સિટીએ ડોક્ટરેટ ઇન લિટરેચરની પદવીથી સન્માનિત કર્યા હતા. યુનિવર્સિટીના આ પહેલા વિશેષ દીક્ષાંત સમારંભમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારી અને યુનિવર્સિટીના અધ્યક્ષ ડૉ. નિરંજન હીરનંદાનીએ તાતાને ડિ.લિટની માનદ પદવી આપી હતી.
માસ્ક ન પહેરનાર મુસાફરોને વિમાનમાંથી ઉતારી દેવાશે
નવગુજરાતસમય નવીદિલ્હી તા.૮: દિલ્હી હાઈકોર્ટના આદેશ બાદ ડિરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિયેશન(ડીજીસીએ) દ્વારા જારી કોરોના પ્રોટોકોલનું કડકાઈથી પાલનનો નિર્દેશ અપાયો છે. બુધવારે જારી આદેશમાં ડીજીસીએએ એરલાઇન્સ કંપનીઓને સુનિશ્ચિત કરવા કહ્યું છે કે વિમાનમાં તમામ મુસાફર માસ્ક પહેરે.
