અંક્લેશ્વરઃ સામાન્ય રીતે જીનેટિક સાયન્સ અત્યંત ગૂઢ અને અઘરો વિષય છે. આ વિષય ઉપર વિશ્વના અનેક વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે અને હજી કરી રહ્યા છે. ભારત સાથે વિશ્વના ઘણા દેશો આ વિષય ઉપર ગહન સંશોધન કરી રહ્યા છે. આ વચ્ચે અંકલેશ્વરના કૃણાલ રાવલે માત્ર અઢાર વર્ષની વયે જિનેટિક્સ ઉપર પુસ્તક લખી પોતાના રાઇટ્સ પણ રિઝર્વ કરાવી લેવા નું ગૌરવ પ્રાપ્ત કરી લીધું છે.
અંકલેશ્વર બિઝનેસમેન સમીર રાવલ અને એન્જિનિયર માતા નેતાના ૧૮ વર્ષીય પુત્ર દિલ્હીની સરદાર પટેલ વિધાલયમાં ધોરણ ૧૧ માં અભ્યાસ કરતો હતો તે દરમિયાન જીનેટીક વિષય ઉપર અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટી વિવિધ ફોર્મ ભર્યા હતા અને બાળપણથી જીનેટીક વિષયમાં રસ ધરાવતા કુણાલ રાવલ ૨ મહિના માટે યુનિવર્સિટી તરફથી સંશોધન માટે આમંત્રણ મળ્યું હતું. જેનો સ્વીકાર કરી શાળા અને માતા- પિતા ની સ્વીકૃતિ મેળવી અમેરિકા ખાતે બ્રાઉન યુનિર્વિસીટી પહોંચ્યો હતો જ્યાં જિનેટિકમાં ડબલ ડોક્ટરેટ પ્રોફેસરની ટીમ સાથે રહી જીનેટીક વિષય ઉપર માર્ગદર્શન અને સંશોધન કર્યું હતું. ૨ મહિના બાદ પરત આવી ધોરણ ૧૨ પાસ કર્યું હતું દરમિયાન જીનેટીક વિષય ઉપર પોતે કરેલા સંશોધનની નોટ્સને એક બુક માં પરિવર્તિત કરી હતી.
દરમિયાન તમિલનાડુ વેલ્લોનોર ઇન્સ્ટિટ્યૂટ બીટેક બાયો ટેક્નોલોજી વિષયમાં એડમિશન મેળવ્યું હતું.અને આજ સમયે જીનેટીક ડિસિફરીંગ ધ કોડ ઓફ લાઈફ બુક લખી તૈયાર કરી દીધી હતી. જેને માતા-પિતાના સહયોગથી અમેરિકા ખાતે છપાવી પ્રકાશિત કરી હતી.
આ બુકને કૃણાલે બે અલગ અલગ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ પ્રકાશિત કરી વેચાણ માટે મૂકી હતી. ગત ૪ ફેબ્રુઆરીના રોજ બુક પ્રકાશિત કરી હતી જે માત્ર ૮ દિવસમાં એમેઝોન સાઇટ પર આખા વિશ્વમાં સેલિંગમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. તો પોતાની કોલેજના બાયોટેક વિભાગના ડીન ડૉ. પ્રાગાસન વીને પુસ્તક આપતા તેમને પુસ્તક એટલું ગમ્યું કે પુસ્તકને ટેક્સ બુક તરીકે ઉપયોગમાં લેવાઈ.
બુક માત્ર ૪ મહિનામાં લખીઃ કૃણાલ રાવલ
ધોરણ ૧૧ માં અભ્યાસ કરતી વેળા અમેરિકાની બ્રાઉન યુનિ.માં જવાની તક મને મળી હતી. જ્યાં મેં મોલીક્યુલર બાયોલોજી વિષય પર ત્યાંના તજજ્ઞો જોડે અભ્યાસ કરી સંશોધન કર્યું હતું. જે અહીં આવી પણ ચાલુ રાખ્યું અને તેને ૩ થી ૪ મહિનાની મહેનતે બુક તૈયાર કરી છે. આ બુક લખવા પાછળનો મારો ઉદેશ્ય માત્ર એ છે કે ભારતના વિદ્યાર્થીઓ પણ વિજ્ઞાન ક્ષેત્રે આગળ વધે અને તેવો પણ જિનેટિક જેવા વિષય પર સંશોધન કરી આગળ વધે.

