કચ્છની સરહદે આવેલા યુદ્ધ સ્મારક અને ધર્મશાળા ચોકીની મુલાકાતે રાજ્યપાલ

Tuesday 15th February 2022 14:08 EST
 
 

ભુજઃ તાલુકાના ખાવડા પાસેની સરહદી યુદ્ધ સ્મારક ખાતે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વોર મેમોરિયલ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. ઉપરાંત રાજ્ય પ્રશાસનના અધિકારીઓ સાથે BOP ધર્મશાળાની મુલાકાત લીધી હતી. રાજ્યપાલે જી.આર.સિંઘની હાજરીમાં પ્રહરી સંમેલનની અધ્યક્ષતા કરી હતી. તેમણે કમાન્ડન્ટ, 3 BN BSF સાથે BOP ધર્મશાળા ખાતે Bnના ઓફિસર, SO's અને ORs તથા તમામ ક્ષેત્રોમાં ખાસ કરીને 3 BN BSF અને સામાન્ય રીતે સરહદ પર તહેનાત સુરક્ષા દળની સિદ્ધિઓની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે આ દળ ખરેખર "પ્રથમ લાઇન ઓફ ડિફેન્સ"ના હોદ્દાને પાત્ર છે.
અલબત્ત ખાવડા ગામ ખાતે આયોજિત જાહેર કાર્યક્રમ બાદ પરત ફરી રહેલા રાજ્યપાલે ગામના જાહેર માર્ગો પર પહોંચી જઈ સફાઈ કામદારો સાથે ઝાડુ ઉપાડી રસ્તાની સફાઈ કરી હોવાનું સતાજી સમાએ જણાવ્યું હતું. જોકે રાજ્યપાલ દ્વારા સફાઈ કાર્યથી લોકોને તેમની અલગજ પ્રતિભાના દર્શન થયા હતા.


comments powered by Disqus