વડોદરા: કેનેડા કયુબેક પ્રાંતમાં આવેલી ત્રણ કોલેજોને બંધ કરી દેવામાં આવતા ગુજરાતના ૧૦૦થી વધારે વિદ્યાર્થીઓ અટવાયા છે. વડોદરાના ૨૦ થી વધારે વિદ્યાર્થીઓ હોવાનું કેનેડામાં અભ્યાસ કરતા વડોદરાના અન્ય કોલેજના વિદ્યાર્થી જણાવી રહ્યાં છે. આ ૩ કોલેજના વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. પૂરતા ડોક્યુમેન્ટ્સના અભાવે આ કોલેજો બંધ કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. મોન્ટિરયલમાં રહેતી મૂળ વડોદરાની વિદ્યાર્થીની વૈરાગી શાહે જણાવ્યું હતું કે ત્રણ કોલેજો સીસીએસકયુ,કોલેજ ઓફ એલસ્ટાયર અને એમ કોલજમાં ઇસ્યુ થયા છે. વડોદરાના સાંસદ રંજન ભટ્ટે જણાવ્યું હતું કે કેનેડામાં કોલેજ બંધ થવાથી ગુજરાતના વિદ્યાર્થીઓ અટવાયા હોવાના સમાચાર છે પરંતુ હજુ કોઇ પણ વાલીઓએ સંપર્ક કર્યો નથી.
