કેમરોકના એમડી કલ્પેશ પટેલની રૂ. ૫૩.૨૩ કરોડની સંપત્તિ જપ્ત

Tuesday 15th February 2022 14:11 EST
 

વડોદરાઃ કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડના એમડી કલ્પેશ પટેલ લોન ફ્રોડ કેસમાં વધુ મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એમડી કલ્પેશ પટેલની રૂપિયા ૫૭.૨૩ કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. વર્ષ ૨૦૧૪માં કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ સામે ઇડી દ્વારા મની લોન્ડરિંગનો કેસ નોંધવામાં આવ્યા બાદ કંપની મુશ્કેલીમાં આવી છે. કંપની પર વર્ષ ૨૦૦૭ અને વર્ષ ૨૦૧૧ વચ્ચે ખાનગી બેંકમાંથી લીધેલી રૂપિયા ૧૪૦ કરોડની લોનમાં ડિફેલ્ટ થવાનો આરોપ હતો. ઇડીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે, કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા તેના ઉત્પાદનો જે ૪૦ જેટલી કંપનીઓને વેચવાનંુ જણાવાયંુ હતું કે બોગસ હોવાનંુ સામે આવ્યું હતું. જે બાદ કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ વર્ષ ૨૦૧૬ માં બંધ થઈ ગઈ હતી. પરંતુ કંપનીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા વર્ષ ૨૦૧૭ માં ઈ-ઓક્શન દ્વારા હસ્તગત કરાઇ હતી. કેમરોક ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એક્સપોર્ટ્સ લિમિટેડ પર જંબુસરમાં સ્ટર્લિંગ ઈન્ડસ્ટ્રીઝના સેઝમાં રૂપિયા ૨૫૦થી ૩૦૦ કરોડની કિંમતની જમીન ખરીદવા માટે વિસ્તરણ માટે લોન ડાયવર્ટ કરવાનો પણ આરોપ હતો.
અલ્હાબાદ બેંકે એમડી કલ્પેશ પટેલ વિરુદ્ધ રૂપિયા ૪૪૩ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.


comments powered by Disqus