ક્રિક વિસ્તારમાં બીએસએફનું કોમ્બિંગ ઓપરેશન ચાલુ રહેશે

Tuesday 15th February 2022 14:09 EST
 

ગાંધીનગર: કચ્છના સિરક્રિકના મુખ પાસેથી એકદમ ગાઢ ધુમ્મસવાળા વિસ્તારમાં પાક માછીમારો ઘૂસણખોરી કરીને આવ્યા હતા તે પૈકી ૬ પાક. માછીમારો તથા ૧૧ પાક. બોટ ઝડપાઈ છે. હજુયે આ કમાન્ડો ઓપરેશન ચાલુ છે.
બીએસએફના ગુજરાતના આઈજી જી.એસ. મલિકે જણાવ્યું હતું કે ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરની મદદ વડે ૪૦ કમાન્ડો ક્રીક વિસ્તારમાં ઉતારવામાં આવ્યા હતા.
સેટેલાઈટ ઈન્ટેલીજન્સ ઈન્પુટ મુજબ ૫૦ માછીમારો હોવાની માહિતી મળી હતી. જોકે, બીએસએફના ક્રોકોડાઈલ ફોર્સના કમાન્ડોને જોઈને તુરંત જ કેટલાક પાક. માછીમારો નાસી છૂટ્યા હતા. જ્યારે કેટલાક માછીમારો ચેરના જંગલો પાછળ સંતાઈ ગયા હતા. જે પૈકી ૬ને ઝડપી લવાયા હતા.
જ્યારે ૧૧ પાકિસ્તાની માછીમારી માટેની બોટ જપ્ત કરાઈ છે. આ બોટમાંથી કાંઈ વાંધાજનક મળ્યું નથી. જોકે, કમાન્ડો ઓપરેશન હજુયે ચાલુ રહેશે. છ પાક. માછીમારોની પુછપરછ પણ કરાઈ છે.


comments powered by Disqus