ખેડૂતોનો અનોખો વિરોધઃ ડુંગળીના દડાથી ક્રિકેટ રમ્યા

Tuesday 15th February 2022 14:24 EST
 
 

જામકંડોરણાઃ જામકંડોરણામાં ખેડૂતોએ ડુંગળીનું ખરાબ બિયારણ આપવામા આવ્યું હોવાનું જણાવી ખેડૂતોએ કંપની પાસે વળતર આપવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આશરે ૧૦૦ જેટલા ખેડૂતોએ એકઠા થઈને ડુંગળીના દડાથી ક્રિકેટ રમી રોષ ઠાલવ્યો હતો. તેમજ માથા પર ખેડૂતોએ ડુંગળી મુકી સુત્રોચ્ચાર સાથે કંપની પાસે વળતરની માંગ કરી હતી.  ખેડૂતોએ જણાવ્યું હતું કે આ વર્ષે પંચગંગા સરદાર નામની કંપનીનું ડુંગળીનું બિયારણ જે ખેડૂતોએ વાવેતર કરેલ છે. તેમા ડુંગળીની ગાંઠિયા બંધાયેલ નથી. તેમજ કલર પણ લાલ હોવો જોઈએ તે પણ નથી અને ડુંગળીની ગાંઠો પ્રમાણમાં એકદમ નાની સાઇઝની થઈ છે. પાકવાનો સમય થયો હોવા છતા આ ડુંગળીમાં ઉતારો બેસે તેમ નથી. જેથી ખેડૂતોને વિઘા દીઠ ત્રીસથી ચાલીસ હજારની નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. આ બાબતે રજૂઆતો કરવા જવાબ ન મળતા ખેડૂતોએ ડુંગળીના દડાનો બોલ તરીકે ઉપયોગ કરી ક્રિકેટ રમી કંપનીનું ધ્યાન દોરી કંપની બિયારણનું વળતર આપે તેવી માંગણી કરી હતી.


comments powered by Disqus