જૂનાગઢમાં નવી પ્રજાતિનો કરોળિયો, નામ ‘નરસિંહ મહેતાઈ’

Tuesday 15th February 2022 14:25 EST
 
 

જૂનાગઢ: ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.ના લાઈફ સાયન્સ ભવન દ્વારા નવી પ્રજાતિના કરોળીયાની શોધ કરી છે. વિશ્વના અન્ય કરોળીયાની સરખામણીમાં આ કરોળીયો સાવ અલગ છે. તેથી આ કરોળીયાનું નામ નરસિંહ મહેતાઈ નામાકરણ કરવામાં આવ્યું છે. યુનિ.ના લાઈફ સાયન્સ ભવનના ડો.જતીન રાવલ તથા તેમના પી.એચ.ડી.ની વિદ્યાર્થીની નમ્રતા હુણ, દ્વારા ગિરનાર જંગલમાંથી તદન નવી પ્રજાતિના કરોળીયાની શોધ કરવામાં આવી છે. આ કરોળીયો ઝાંખા કે ઘાટા લાલાશ પડતાં રંગનું ગોળાકાર માથું ભુરૂપેટ તથા શરીર ઉપર આછી કાળી રૂવાટી ધરાવતા પાલપી માનુસ નરસિંહ મહેતાઈ વિશે ઝુલોજીના પ્રાધ્યાપકો ડો.જતીન રાવલએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે વિશ્વના અન્ય કરોળીયાની સરખામણીમાં આ કરોળીયો સાવ અલગ જ છે. તેના પગની પ્રથમ જોડી પગની અન્ય ત્રણ જોડીની તુલનામાં ખુબ જ ભારે અને મજબૂત હોય છે. વિશ્વભરમાં જોવા મળતી કરોળીયાની ૪૯,૮૫૮ (વર્લ્ડ સ્પાઈડર કેટલોગ) પ્રજાતિઓમાંથી આ પ્રજાતિ સૌથી અલગ જ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રજાપતિના કરોળીયા ખાસ કરીને ગિરનાર જંગલમાં દાતારની ટેકરીઓ ઉપર મોટાભાગે જોવા મળે છે. કરોળીયાનો પરિવાર પર્વતો, ખડકો, વૃક્ષોના પાન, સાગના ઝાડની છાલની નીચે રહેતો જોવા મળે છે. સમાજમાં પર્યાવરણ ક્ષેત્રે કંટ્રોલ' એજન્ટ (જીવાત નિયંત્રક) કરોળીયાને પલ્પફુટેડ સ્પાઈડર તરીકે ઓળખવામાં આવે છે.
ભારતમાં પહેલીવાર જોવા મળ્યું ‘મૈકાક’
જુલોજિકલ સર્વ ઓફ ઇન્ડિયા (ઝેડએસઆઈ)ના વૈજ્ઞાનિકોએ દેશમાં એક નવી સ્તનધારી પ્રજાતિની ખોજ કરી છે. તેનું નામ વ્હાઇટ ચીક્ડ મૈકાક (વાનર જેવી પ્રજાતિ)છે. જોકે આ મૈકાકને પહેલીવાર ૨૦૧૫માં ચીનમાં શોધવામાં આવ્યું હતું. આ પહેલાં ભારતમાં ક્યારેય તેના અસ્તિત્વની જાણ ન હતી. ભારતમાં આશેર ૪૩૮ સ્તનધારી પ્રજાતિ છે.
ભારતીય વૈજ્ઞાનિકોએ અરુણાચલ પ્રદેશના સુદુર અંજો જિલ્લામાં તેની શોધ કરી છે. ભારતમાં મૈકાક જે વિસ્તારમાં મળ્યું છે ત્યાંથી ચીનનો વિસ્તાર દક્ષિણ-પૂર્વ તિબેટના મોડોગથી ૨૦૦ કિમી અંતેર છે. વૈજ્ઞાનિકો અનુસાર આ શોધ અચાનક થઈ છે.
જુલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાએ જાહેર કર્યું છે કે ભારતમાં વ્હાઈટ ચીક્ડ મૈકાકની શોધ કરવામાં આવી છે. મૈકાકની ખાસિયતોમાં તેના ગાલ સફેદ હોય છે, ડોક પર લાંબા-ઘેરા વાળ અને લાંબી પૂંછડી હોય છે. દક્ષિણ પૂર્વ એશિયામાં શોધવામાં આવેલું આ છેલ્લું સ્તનધારી છે.


comments powered by Disqus