પોરબંદરઃ બંદરના વિકાસ માટે રૂ. ૬૦ કરોડ મંજૂર

Tuesday 15th February 2022 14:22 EST
 

પોરબંદર: પોરબંદરમાં બંદરના વિકાસ માટે રૂ. ૬૦ કરોડ ૨૫ લાખ જેટલી મતબર રકમ મંજૂર કરવામાં આવી છે. પોરબદરના બોટ માલિક ભાઈઓ માટે બોટ પાર્કિંગની વ્યવસ્થા ન હોય તેમના માટે ખારવા સમાજ દ્વારા ગુજરાત સરકારમાં અવારનવાર રજૂઆત કરવામાં આવી હતી. તેમાં ગુજરાત સરકારના પ્રમુખ તેમજ માછીમાર આગેવાનોને બોલાવીને બંદરને લગતી સમસ્યાો સાંભળી હતી. મુખ્યમંત્રીએ માછીમારોની સમસ્યાઓનો વહેલી તકે નિકાલ કરવાની ખાત્રી આપી હતી.
ઉપરાંત કોસ્ટગાર્ડ દ્વારા પોરબંદર-ઓખાના માછીમારોને બોલાવીને એક બેઠક યોજી હતી જેમાં ભારતની દરિયાઈ જળસીમા પાસે ફિશિંગ માટે જતા સાવચેતી રાખવી, ફિશિંગ દરમિયાન કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે સંપર્ક બનાવી રાખવો જેવી અનેક સૂચનાઓ અપાઈ હતી.


comments powered by Disqus