નડીયાદ: અમદાવાદના વિકી પટની અને ટવિંકલએ પરિવારની મરજી વિરુદ્ધ ભાગીને પ્રેમલગ્ન કર્યા હતા. ઘટનાના ૧૫ દિવસ અગાઉથી બન્ને મહુધા તાલુકાના અલીણા ગામમાં રહેતા હતા. જોકે ભાઈ ભાભીના પ્રેમલગ્ન થી માતા પિતાને ખુબ વેઠવાનું અને સમાજમાં બદનામી થઇ હોવાથી ઘર પણ બદલવાનો વારો આવ્યો હોઈ વિપુલ પટનીને લાગી આવ્યું હતુ. જેથી તેણે હત્યાંનો પ્રિપ્લાન ઘડી ભાઈ ભાભીને ઘેનવાળા ભજીયા ખવડાવી બેહોશ કરી ધારિયાથી ઠંડે કલેજે હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ પોલીસને ગેરમાર્ગે દોરી હતી, પોતેજ ફરિયાદી બન્યો હતો. જોકે પોલીસ તપાસમાં હત્યાં વિપુલ પટણીએ જ કરી હોવાનું અને પુરાવા પણ તેની વિરુદ્ધ મળ્યા હતા. આ કેસને રેરેસ્ટ ઓફ ઘી રેર કેસ ગણી આરોપી વિપુલ પટણીને નડિયાદની સેશન્સ અદાલતના જજ ડી.આર.ભટ્ટએ સરકારી વકીલ ધવલ આર. બારોટની દલીલો અને પુરાવાને આધારે ફાંસીની સજા આપતો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.
