યુદ્ધના ભણકારા વચ્ચે ગુજરાતથી યૂક્રેન ગયેલા બે હજાર વિદ્યાર્થીઓ ફસાયા

Tuesday 15th February 2022 14:02 EST
 
 

અમદાવાદઃ રશિયા અને યૂક્રેનના તણાવને લઈને યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. જેની અસર વિશ્વા અન્ય દેશો પર પણ દેખાઈ રહી છે. યુદ્ધના ભણકારા વચ્ચે અન્ય દેશો સહતિ ભારતે પોતાના દૂતાવાસોમાંથી પોતાના ડેલિગેશનોને પરત આવી જવામાં માટે આદેશો પણ આપી દેવામાં આવ્યા છે. ગમે તે સમયે રશિયા યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. ગુજરાતથી અભ્યાસ કરવા માટે ગયેલા અંદાજે બે હજાર જેટલાં વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે અને આ સમયે મોટાભાગની વિમાની સેવા પણ બંધ કરી દેવાતા વિદ્યાર્થી અને તેમના પરિવારોની ચિંતામાં વધારો થયો છે. મેડિકલનો અભ્યાસ કરવા માટે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓ હાલ ફસાયા છે. ત્યારે વડોદરાથી ગયેલા વિદ્યાર્થીઓના ત્રણ પરિવારોની ગાંધીનગર પહોંચીને મુખ્યમંત્રી તેમજ મહેસૂલમંત્રીને રજૂઆત કરી હતી. સરકાર કોઈપણ વ્યવસ્થા કરીને પોતાના સંતાનોને પરત લાવવામાં આવે તે માગણી પણ કરી હતી. પરિવારોએ રજૂઆત બાદ જણાવ્યું હતું કે, સરકાર સ્પેશિલ ફ્લાઈટ કરીને અથવા તો અન્ય વ્યવસ્થા કરીને અમારા સંતાનોને સુરક્ષિત લાવે તેવી અમારી માંગણી છે. હાલ યૂક્રેનથી વિમાની ભાડું પણ ૨૦ હજારથી વધીને ૧ લાખની આસપાસ પહોંચી ગયું છે.


comments powered by Disqus