રાજકોટઃ ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહમંત્રીને પત્ર લખી રાજકોટના ઉદ્યોગપતિ મહેશ સખીયાના ૧૨ કરોડના ઠગાઈના ગુનામાં સીપી અગ્રવાલે ૭૫ લાખ પડાવ્યાની ફરિયાદ કર્યા બાદ તપાસ એડીશનલ ડીજી વિકાસ સહાયને સોપવામાં આવી હતી જેમાં સીપી, પીઆઈ, પીએસઆઈ, ફરિયાદી સહિતનાઓના નિવેદન નોંધવામાં આવ્યા છે આ લેટર બોમ્બ બાદ પોલીસ દમનનો ભોગ બનેલા લોકોનો રાફ્ડો ફટયો હતો જેમાં પીપીપી યોજના માટે પ્રેમમંદિર સામેની ૪૦૦ કરોડની જગ્યા ખાલી કરાવવા માટે પોલીસે પ્રોટેક્શન આપ્યું હતું અને અડચણરૂપ શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો દાખલ કરી જેલમાં નાખી દીધો હતો તેમજ મવડીના માનસિક અસ્થિર પરિવારના મંજુલાબેનની માલિકીની મવડીની જમીન પોલીસની મિલીભગતથી માથાભારે શખ્સોએ પડાવી લીધી હતી તેમજ મુંજકાની સર્વે નંબર ૪૦ની જમીનમાં રાજકોટના મોટા ગજાના બિલ્ડર અતુલ શેઠ, કિશોર કોટેચા સહીત ૧૦ શખ્સોએ વેચાણ કરાર રદ કરાવી ૪૬ કરોડની જમીનના કરોડો રૂપિયા બનાવી લીધા જેમાં પોલીસે કોઈ પગલા લીધા ન હતા.
કંચનબેન પાંભરે તેના પરિવારને તાલુકા પોલીસે બંધક બનાવી ભાજપના નેતાઓના કહેવાથી ૩૨ કરોડની મિલકતો લખવી લીધી હોવાનો આક્ષેપ કર્યો હતો જેમાં ડીસીપીને તપાસ સોપવામાં આવી છે લાતી બજારના રાજેન્દ્ર જોગીએ ગાંધીધામના રવિ શર્મા પાસેથી માલ મંગાવ્યો હતો જેના પૈસા મળ્યા ન હતા અને ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવી લઇ બે ચેકમાં સહી કરાવી લીધી હતી નવાગામમાં હોટલ ચલાવતા દીપક રાઠોડનો જમીનનો કોર્ટમાં કેસ ચાલતો હોવા છતાં ડીસીબીની ટીમે બંને ભાઈઓને એકાદ માસ સુધી ત્રાસ આપી ૧૨ કરોડ રૂપિયાની જગ્યા ખાલી કરાવી હતી અને માત્ર ૩૫ લાખ રૂપિયા જ આપ્યા હતા બાંધકામ મટીરીયલના ધંધાર્થી રવુભાઇ ધાંધલે રાજેશ લીંબાસીયાની મિલકત માટે પૈસા આપ્યા હતા તે મિલકત માટે પોલીસે હવાલો લઇ ત્રણ દિવસ ગોંધી રાખી બે ગોડાઉન પોતાના પરિચિતના નામે લખવી લીધા હતા તેમજ વાવડીની જમીન ભાજપના મોટા માથાના ઈશારે પોલીસે ખાલી કરાવી હોવાની અરજીઓ સામે આવી છે છેલ્લે જામનગરના યુવકે ઢોલરાની જમીનના ભાવ ઉચકાતા કરેલો સાટાખત રદ કરાવવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે જામનગર જઈ યુવકને ઉઠાવી લાવી વકીલની ઓફ્સિે લઇ જઈ સાટાખત રદ કરાવ્યો હતો આમ ૧૨થી વધુ અરજદારોના કામ પાર પાડી પોલીસે કરેલી વસૂલીનો આંક ૫૦ કરોડને આંબે તેવી શક્યતા સેવાઈ
રહી છે.

