સુરતઃ ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ ચાર્ટર્ડ એકાઉન્ટની ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું છે. જેમાં સુરતની રાધિકા બેરીવાલા ૮૦૦ માંથી ૬૪૦ માર્ક્સ મેળવી ઓલ ઇન્ડિયામાં પહેલો રેન્ક મેળવ્યો છે. રાધિકાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારીને કારણે ઓનલાઇન એજ્યુકેશન સિસ્ટમ અમલમાં આવી હતી. જે મારા માટે બ્લેસિંગ ઇન ડિસ્કાઇઝ (વિપરીત પરિસ્થિતિમાં આશીર્વાદ) રહી હતી, જેને કારણે હું
પહેલો નંબર લાવવામાં સફળ રહી હતી.

