સુરતના તત્કાલીન ડીસીપી સામે રૂ. ૧૦ કરોડની લાંચનો આક્ષેપ

Tuesday 15th February 2022 14:19 EST
 

સુરત: રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સામે ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ વધુ એક આઇપીએસ ઓફિસર વિવાદમાં આવ્યા છે. સુરતના બહુચર્ચિત બિલ્ડર ઉદય છાસીયાએ ૩ વર્ષ પહેલા તત્કાલિન ડીસીપી ભાભોરે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી ૧૦ કરોડની લાંચ માંગ્યા બાદ બે મળતિયા પોલીસકર્મીઓ મારફતે ૫.૫૬ કરોડ પડાવવા ષડયંત્ર ઘડ્યું હોવાના ગંભીર આક્ષેપ સાથે ગૃહમંત્રીને ફરિયાદ કરાત ચકચાર મચી છે. પીપોલદમાં રાજહંસ સિનામાં પાસે રિજન્સી ટાવરમાં રહેતા ઉદય ગોવિંદભાઈ છાસીયા વ્યવસાયે બિલ્ડર છે. છાસીયાએ તત્કાલીન ડીસીપી એમ.એસ. ભાભોર અને અડાજણ પોલીસ મથકના બે રાઇટર હિતેશ ચૌધરી તથા અનકભાઈ સામે સંગીન આક્ષેપો કર્યા છે ૨૦૧૬માં બિલ્ડર છાસીયાએ બળજબરી પૂર્વ રાઇટર હિતેશ હર્ષ નામના ફાઈનાન્સરની ઓફિસે લઈ જઈ રૂપિયા અને ફલેટ આપવા દબાણ કર્યું હતું.


comments powered by Disqus