આઇ.કે. જાડેજાને હાર્ટ એટેક આવતાં યુએન મહેતામાં દાખલ કરાયા

Tuesday 15th March 2022 16:22 EDT
 
 

ગાંધીનગરઃ ભાજપના નેતા અને ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી આઈ. કે. જાડેજાએ ધ્રાંગધ્રા ખાતે હાર્ટએટેક આવતા સ્થાનિક તબીબ પાસે સારવાર લીધી હતી. આ પછી તેમને તાત્કાલિક સુરેન્દ્રનગરની સી. યુ. શાહ હોસ્પિટલમાં નિષ્ણાત ડોક્ટરની સારવાર આપી સીધા અમદાવાદ લવાયા હતા. અમદાવાદમાં યુ. એન. મહેતા હોસ્પિટલમાં તેમની સારવાર હાથ ધરાઈ છે. હોસ્પિટલના ડિરેક્ટર આર. કે. પટેલના નિરીક્ષણ હેઠળ તેમની નિષ્ણાત ડોક્ટરો મારફતે સારવાર
ચાલી રહી છે. હાલ તેમની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે.


comments powered by Disqus