કોંગ્રેસી ધારાસભ્ય ડો. અનિલ જોષિયારાનું કોરોનાથી નિધન

Tuesday 15th March 2022 16:21 EDT
 
 

ગાંધીનગરઃ છેલ્લી પાંચ ટર્મથી ચૂંટાતા કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોષિયારાનું કોરોનાથી ચેન્નઈમાં અવસાન થયું છે, જેથી વિધાનસભાની કાર્યવાહી રોકી દેવામાં આ‌વી હતી અને તેમને શ્રદ્ધાંજલિ આપીને વિધાનસભા ગૃહ મોકૂફ રખાયું હતું.
તેમના અવસાનથી વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૭૯ થઈ ગઈ છે. ડો. અનિલ જોષીયારાનો જન્મ ૨૪ એપ્રિલ, ૧૯૫૨ના રોજ તેમના વતન ભિલોડા તાલુકાના ચુનાખાણ ખાતે થયો હતો. તેઓ જનરલ સર્જન હતા. તેમના પાર્થિવ દેહને ચેન્નઈથી હવાઈ માર્ગે અમદાવાદ લાવી વતન ચુનાખાણ લઈ જવાશે. મુખ્યમંત્રી સહિત વિધાનસભા વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેઓ વિધાનસભા વિસ્તારના પ્રશ્નો અંગે અભ્યાસપૂર્ણ, તર્કબદ્ધ દલીલો સાથે જનસમસ્યાને વાચા આપતા હતા.


comments powered by Disqus