દરિયાની વચ્ચે ભારત-પાકિસ્તાનના જવાનોએ સામસામે બંદૂક તાકી દીધી

Tuesday 15th March 2022 13:15 EDT
 
 

ભુજઃ થોડા દિવસો પહેલાં કથિત રીતે ભારત અને પાકિસ્તાનના જવાનોની બોટ સામસામે આવી ગઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ભારત અને પાકિસ્તાનના જવાનો સામસામે બંદૂક તાકેલા જોવા મળી રહ્યા છે. કોઈ પણ સત્તાવાર સમર્થન વિના આ વીડિયો કચ્છની સિરક્રીકના દરિયાઈ વિસ્તારનું હોવાનું વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું છે.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દરિયામાં ભારત અને પાકિસ્તાનની સુરક્ષા એજન્સીની બોટ નજીક પેટ્રોલિંગ કરતી હોવાનું જોવા મળે છે. પાકિસ્તાનની બોટ નજીક આવતાની સાથે બીએસએફની હથિયારધારી જવાનોની બોટમાંથી જય શ્રીરામના નારાઓ ગૂંજવા લાગે છે.
આ દરમિયાન સામેપારના સૈનિકોએ પણ બંદૂકો તાકી રાખેલી જોવા મળે છે. દરિયામાં બંને બોટના જવાનો એક બીજાની સામે બંદૂકો તાકી રાખેલા છે અને પેટ્રોલિંગ થતું જોવા મળી રહ્યું છે.


comments powered by Disqus