સુરતઃ ચેમ્બર ઓફ કોમર્સે દુબઈમાં 11થી 13 માર્ચ ટેક્સટાઈલ એક્સપોનું આયોજન કર્યું છે. ગારમેન્ટ એક્સપોમાં સુરતના 25 મેન્યુફેક્ચરર્સે સુરતમાં બનેલી વિવિધ ટેક્સટાઈલ પ્રોડક્ટ પ્રદર્શનમાં મુકી છે. જેમાં ગરમીમાં ઠંડક આપતા બુરખા, કપ્ફતાન, ડેનીમ જિન્સ અને અને એન્ટીમાઈક્રોબલ બેડશીટ આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રદર્શનમાં 1500થી વધુ ઈન્ટરનેશનલ બાયર્સ ઉપસ્થિત રહ્યા છે. જેથી સુરતના ઉદ્યોગકારોને ઈન્ટરનેશલ બાયર્સો મળશે.
સુરતના વેપારીઓએ એક્સપોર્ટ કરવું હોય છે. પરંતુ ક્યારેક એક્સપોર્ટમાં અડચણો આવે છે. સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગકારોની અડચણ દૂર કરી શકાય અને એક્સપોર્ટમાં વધારો કરી શકાય તે માટે ચેમ્બર દ્વારા યુએઈના સૌથી મોટા એસોસિએશન ટેક્સમાના આગેવાનોને સુરતમાં આમંત્રણ આપશે અને તેમની સાથે સુરતના ઉદ્યોગકારોની મીટિંગનું આયોજન કરશે.

