ચોટીલાઃ વિશ્વ ગુજરાતી સમાજમાં ફિલોસોફિકલ પારિવારિક હાસ્ય રસ થકી ગુજરાતના ગૌરવ એવા સુરેન્દ્રનગર જિલ્લાની સિરામિક્સ નગરી થાનગઢના પ્રસિદ્વ પદ્મશ્રી શાહબુદ્દીનભાઇ રાઠોડના ૪૭ વર્ષના પુત્ર આબિદભાઇનું બીમારીને કારણે તા.૭ને સોમવારે અવસાન થયેલ છે. બીમારીએ કારણે નાની ઉંમરે અવસાનથી યાસ્મીનબેન, નાઝનીબેન અને અફઝલભાઇ સહિત રાઠોડ પરિવારમાં ઘેરા શોકમાં છવાયો છે.
