મહેશ માંજરેકરે કષ્ટભંજન દેવના દર્શન કર્યા

Tuesday 15th March 2022 13:31 EDT
 
 

જસદણઃ બોલિવૂડ ફિલ્મ અભિનેતા-ડિરેક્ટર-સ્ક્રિન રાઈટર અને પ્રોડ્યુસર મહેશ માંજરેકર તેમના ધર્મપત્ની સાથે વિશ્વવિખ્યાત કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ દાદાના દર્શને પધાર્યા હતા. જ્યાં તેઓએ હરિપ્રકાશદાસજી સ્વામી અને કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના આશીર્વાદ લીધા. માંજરેકરે સાળંગપુર ધામ ખાતે આકાર લઈ રહેલા વિશ્વના સૌથી મોટા નૂતન ભોજનાલયનું પણ અવલોકન કરી માર્ગદર્શન મેળવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે તેમના ઘરમાં કષ્ટભંજનદેવ હનુમાનજીનો ફોટો છે. તેમના પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે અને ઘણા સમયથી દાદાના દર્શન કરવાની અભિલાષા હતી જે આજે પૂર્ણ થઈ છે. દાદાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યો છું.


comments powered by Disqus