રાજ્યનાં 220 સ્પર્ધકો આરોહણ અવરોહણ સ્પર્ધામાં જોડાયા

Tuesday 15th March 2022 13:11 EDT
 

હાલોલ: રાજ્યનાં યુવક-યુવતીઓ માટે સાહસિક પ્રવૃતિઓનો વિકાસ થાય તેવા આશયથી વર્ષ ૨૦૧૯-૨૦ થી ગુજરાતનાં ૫ પર્વતો પર આરોહણ-અવરોહણ સ્પર્ધામાં પાવાગઢ આરોહણ - અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી. ૧૬૪ ભાઈઓ અને ૫૬ બહેનો મળી કુલ ૨૨૦ સ્પર્ધકો ભાગ લીધો હતો. જેમાં સિનિયર ભાઇઓમાં દાહોદ જિલ્લાનાં અમલીયાર વિક્રમભાઈ ૨૯.૧૭ સેકન્ડનાં સમય સાથે અને સિનિયર બહેનોમાં પંચમહાલનાં હજારીયા દક્ષાબેન ૩૯.૦૭ સેકન્ડનાં સમય સાથે પ્રથમ સ્થાને રહ્યા હતા.
પંચમહાલ જિલ્લાનાં જ બારીયા જિગરભાઈ ૨૯.૩૩ સેકન્ડ સાથે દ્વિતીય અને રાઠવા અર્જુનસિંહભાઈ ૩૦.૪૬ સેકન્ડનાં સમય સાથે તૃતીય ક્રમે રહ્યા હતા. જ્યારે સિનિયર બહેનોમાં પંચમહાલ જિલ્લાનાં રાઠવા કૈલાશબેન ૩૯.૩૮ સેકન્ડનાં સમય સાથે દ્વિતીય તેમજ રાઠવા અલ્કાબેન ૪૧.૦૨ સેકન્ડનાં સમય સાથે તૃતીય સ્થાને રહ્યા હતા.
પ્રથમ ક્રમે રહેલા વિજેતાને રૂ.૧૨,૫૦૦ દ્વિતીયક્રમે રહેલા ખેલાડીને રૂ. ૧૦,૦૦૦ અને તૃતીય ક્રમે રહેલા ખેલાડીને રૂ. ૭,૫૦૦નું રોકડ ઇનામ આપવાનું આવ્યું હતું. પ્રથમ ૧૦ નંબરે રહેનારા તમામ સ્પર્ધકોને રૂ. ૨૫૦૦ અને વધુ રકમનાં રોકડે ઇનામ આપવામાં આવ્યા હતા.


comments powered by Disqus