લદાખ મુદ્દે ભારત-ચીન મડાગાંઠ યથાવતઃ મિલટરી સ્તરે વાટાઘાટોનો ૧૫મો રાઉન્ડ નિષ્ફળ

Tuesday 15th March 2022 16:23 EDT
 
 

નવીદિલ્હી, તા. ૧૪ઃ કોપ્સ કમાન્ડર સ્તેર ભારત-ચીન વચ્ચે ચાલી રહેલી વાટાઘાટોના ૧૫માં રાઉન્ડ પછીય લદાખ મુદ્દે સર્જાયેલી માડગાંઠ યથાવત રહી છે. ૧૫માં રાઉન્ડ પછી ભારત-ચીને સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે લદાખ ગૂંચવણ ઉકેલી શકાય નથી, પરંતુ વાટાઘાટો ખૂબ જ પોઝિટિવ રહી અને આગળ ધપાવી શકાય છે. બંને પક્ષોએ પોતાના દૃષ્ટિકોણ ખૂબ જ ઝીણવટથી રજૂ કર્યા અને બને પક્ષ લશ્કરી અન રાજદ્વારી ચેનલો દ્વારા વાટાઘાટો ચાલુ રાખવા સંમત થયા છે. ભારત-ચીન સરહદે હોટ સ્પ્રિંગ્સ ખાતે આવેલા પેટ્રોલિંગ પોઈન્ટ ૧૫ ઉપરથી બંને પક્ષ પોતાનો દળો પાછા ખેંચશે કે કેમ એ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી.
ચીન લદાખમાં રોકાયેલી સૈન્ય વાપસીની કામગીરી પૂરી કરે : ભારત
ભારતે ચીનને ફરી એકવાર પૂર્વ લદાખમાં રોકાયેલી સૈન્ય વાપસીની કામગીરી પૂરી કરવા સ્પષ્ટ જણાવી દીધું છે. બન્ને દેશો વચ્ચે યોજાયેલી સૈન્ય કમાન્ડર કક્ષાની 15મી બેઠકમાં ભારતે ચીનને સ્પષ્ટ કહી દીધું કે દેપસાંગ અને ડેમચોક ખાતે પણ બન્ને દેશોની સેનાઓ દ્વારા થયેલી જમાવટને પણ ઘટાડવામાં આવે. ભારત અને ચીન વચ્ચે લદાખના ચુશૂલ મોલ્ડો ખાતે ભારતના વિસ્તારમાં સૈન્ય કમાન્ડર કક્ષાની 15મી બેઠક સવારે 10 વાગે શરૂ થઈ હતી. મેરેથોન બેઠકમાં ભારતીય પક્ષનું નેતૃત્વ લેહ ખાતે તૈનાત સૈન્યની 14મી કોરના કમાન્ડક લેફ્ટનન્ટ જનરલ અનિંધ્ય સેન ગુપ્તા અને ચીન તરફથી દક્ષિણ શિનજિયાંગ સૈન્ય જિલ્લા વડા મેજર જનરલ યાંગ લિને કર્યું હતું. બેઠક મોડી રાતે પૂરી થઈ હતી. આ બેઠક વિશે બન્ને દેશો તરફથી હજી કોઈ સત્તાવાર નિવેદન જારી થયું નથી. સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ભારત પૂર્વ લદાખમાં ચીન એપ્રિલ 2020 પહેલાંની સ્થિતિ બહાલ કરે તેવી માગણી કરી રહ્યું છે, પરંતુ ચીન તે માટે રાજી નથી. ચીને વાટાઘાટો દરમિયાન સરહદી વિસ્તારોમાંથી પૂરી રીતે સૈન્ય વાપસી અને 22 મહિનાથી ચાલી રહેલી સૈન્ય ટકરાવ જેવી સ્થિતિને ખતમ કરવાના સંકેત પણ નથી આપ્યા.


comments powered by Disqus