વડતાલ મંદિરમાં પાર્ષદને દુષ્કર્મ કેસમાં આજીવન કેદ

Tuesday 15th March 2022 13:04 EDT
 

કઠલાલ: વડતાલ મંદિરમાં 30 વર્ષથી પાર્ષદ તરીકે રહેતા સોહન ભગત દ્વારા મિત્રની સાત વર્ષની દીકરી સાથે દુષ્કર્મ ગુજાર્યાની ઘટના ગત સપ્ટેમ્બર માસમાં બની હતી. નડિયાદ કોર્ટે 189દિવસમાં કેસ આટોપી દોષિતને આજીવન કેદની સજા ફટકારી છે.
પાર્ષદ સોહન ભગતે ગોમતી ફરવા લઈ જવાના બહાને બન્ને બાળકીઓને લક્ષ્મીનારાયણ ભુવન ખાતેના મકાનમાં લઈ ગયો હતો. જ્યા તેણે ભોગ બનનાર દીકરીની બહેનને રમવા માટે રમકડા આપી બહારની રૂમમાં બેસાડી હતી. જ્યારે ૭ વર્ષ ૧૧ મહિનાની દીકરીને બાથરૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ભોગ બનનાર દીકરીએ સમગ્ર ઘટના અંગે પોતાની માતાનું ધ્યાન દોરતા આઘાતજનક ઘટના સામે આવી હતી.


comments powered by Disqus