વડનગર: વડનગરમાં રાજ કરનારા પાંચ શાસકોની સાક્ષી પૂરતા 30 બાય 30 મીટરના પાંચ બુર્જ મળી આવ્યા છે પોસ્ટ ક્ષત્રપ, ક્ષત્રપકાળ, સોલંકીકાળ, મોગલ સલ્તનત અને ગાયકવાળ સમયની સાક્ષી પૂરતા બુર્જની નોંધ અર્જૂનબારી દરવાજા નજીક દેવનાગરીલીપી અને ફારસી ભાષામાં પણ છે. આકર્ષણનું કેન્દ્ર બનેલા આ બુર્જને પુરાતન વિભાગ રિનોવેશન કરી નવો ઓપ આપી રહ્યું છે. અગાઉ આશરે ૨૫ ફૂટ ઊંચો બુર્જ મળ્યો હતો. નોંધનીય છે. કે શહેરની ફરતે આવેલા દરવાજા બહાર હજૂ પણ આવા બુર્જ ધરબાયેલા છે.

