સંરક્ષણ ક્ષેત્રમાં ભારત માટે આત્મનિર્ભર બનવું જરૂરીઃ મોદી

Tuesday 15th March 2022 16:24 EDT
 
 

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક વખત 13મી માર્ચે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ બેઠકમાં યુક્રેનમાં ચાલતા સંઘર્ષને ધ્યાનમાં રાખતાં ભારતની સુરક્ષા તૈયારીઓ અને વર્તમાન વૈશ્વિક પરિદૃશ્યની સમીક્ષા કરાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાને ભારતને સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા પર ભાર મૂક્યો હતો.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારતની જરૂરિયાતો રશિયા અને યુક્રેન બંને સાથે જોડાયેલી છે અને બંને દેશ શાંતિની તરફેણમાં છે. અને આશા છે કે બધી જ સમસ્યાઓનું સમાધાન વાતચીતથી થશે. સૂત્રોએ જણાવ્યું હતું કે, મોદીએ સલામતી બાબતોમાં વૈશ્વિક સ્તરની અત્યાધુનિક ટેક્નોલોજી પર ભાર મૂક્યો હતો અને ભારપૂર્વક કહ્યું કે, સંરક્ષણ ક્ષેત્રમાં ભારતને આત્મનિર્ભર બનાવવાની જરૂર છે, જેથી સલામતી વ્યવસ્થા સઘન બનવાની સાથે અર્થતંત્રને પણ પ્રોત્સાહન મળશે. આ બેઠકમાં પીએમ મોદીને સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક સ્તરે ઉપયોગમાં લેવાતી ટેક્નોલોજી અને ભારતની તેમાં આગેકૂચ અંગે વિગતવાર માહિતી અપાઈ હતી.


comments powered by Disqus