સૌરાષ્ટ્રનું અલભ્ય પક્ષી રાખોડી ચિલોત્રો (ગ્રે હોર્નબિલ) ૮૦ વર્ષ પછી જસદણમાં દેખાયું

Tuesday 15th March 2022 13:27 EDT
 
 

જસદણઃ સૌરાષ્ટ્રમાં અલભ્ય એવું પક્ષી રાખોડી ચિલોત્રો(ગ્રે હોર્નબીલ) 80 વર્ષ બાદ પ્રથમવાર જસદણમાં દેખાયું છે. આ પક્ષી જસદણમાં દેખાવાની આ પ્રથમ ઘટના છે. જસદણના પ્રકૃતિપ્રેમી ઘનશ્યામ જેબલીયાએ જણાવ્યું કે, આ પક્ષી રાખોડી ચિલોત્રાને ખુબ જ નજીકથી જોવાનો અને ફોટોગ્રાફ લેવાનો મોકો મળ્યો હતો. દાયકાઓ પહેલા રાખોડી ચિલોત્રો ગીરના જંગલ વિસ્તારમાં જોવા મળતો હતો. પણ સમય જતા જંગલ પાંખું થતા તેમજ પક્ષીના શિકાર થતા ગીરમાંથી રાખોડી ચિલોત્રોની વસ્તી લુપ્ત થઈ ગઈ છે.
પુન:સ્થાપન માટે ચિલોત્રો છોડાયાનું અનુમાન
જસદણમાં ચિલોત્રો જોવા મળ્યો તેની પાછળ બે કારણો જવાબદાર હોઇ શકે છે. પ્રથમ તો થોડા વર્ષોમાં ચિલોત્રાની વસ્તીનો વ્યાપ વધ્યો હોય તેવું લાગે છે. ધોળકા, સાણંદ, ગાંધીનગર વિસ્તારમાં આ પક્ષી નિયમિત દેખાય છે. જ્યારે બીજું કારણ થોડા દિવસો પહેલા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અંબાજી-બાલારામના જંગલમાંથી થોડા રાખોડી ચિલોત્રાને પકડી ગીરના જંગલમાં છોડવામાં આવ્યા હતા. ચિલોત્રાને ગીરના જંગલમાં પુનઃ સ્થાપન કરવાના ભાગરૂપે તો એમાંથી એકાદ ચિલોત્રો જસદણ તરફ આવી ચડ્યો હોય તેવું અનુમાન કરી શકાય.
ગ્રે હોર્નબિલ કુદરતી રીતે જ વૃક્ષો ઉગાડવા ઉદ્યમ કરે છે
આ પક્ષીનો મુખ્ય ખોરાક વડ, પીપળો, ઉંબરા, રાયણ, ખીજડો કે લીંબડાના વૃક્ષના પાકેલા ફળો. વૃક્ષોના પાકા ફળોને આખે આખા ખાઈ તે જંગલમાં જે તે વૃક્ષના બીજ ફેલાવવાનું કામ કરે છે.


comments powered by Disqus