હું માધાપર રહું છું... વોટ્સએપ ચેટ બાદ એનઆરઆઈ હની ટ્રેપમાં ફસાયા

Tuesday 15th March 2022 13:17 EDT
 
 

ભુજઃ ઓસ્ટ્રેલિયાના એનઆરઆઇ એવા ૭૦ વર્ષીય વૃદ્વ મોહમાયાની જાળ એવા હનીટ્રેપમાં ફસાઇ ગયા હતા. માધાપરથી ઓસ્ટ્રેલિયાના પર્થમાં સ્થાયી થયેલા ૭૦ વર્ષિય ધનજીભાઇ પિંડોરિયાએ જણાવ્યું કે, એકાદ વર્ષ અગાઉ કેન્યામાં રહેલા મિત્ર મારફતે નેહા મરંડ(આહીર)નામની યુવતી સાથે પરિચય કેળવાયો હતો બન્ને વોટસએપ પર વાત કરતા હતા. યુવતીએ પોતે દહેરાદૂનમાં ડિફેન્સ એકેડમીમાં અભ્યાસ કરતી હોવાનું જણાવ્યું હતું. તેણે ફી ભરવા માટે ધનજીભાઇ પાસેથી ૨૫ હજારની મદદ માગી હતી. તે તેમણે કરી હતી
ધનજીભાઇ ૨૮ ફેબ્રુઆરીના ભારત આવ્યા હતા. અમદાવાદ રોકાયા બાદ ગત સપ્તાહે માધાપર આવ્યા ત્યારે નેહા સાથે ભુજમાં ગાયત્રી મંદિર રોડ અને ત્રણેય દિવસ અગાઉ માંડલી રોડ પર આવેલી સ્કૂલ પાસે મુલાકાત થઇ હતી. તે સમયે નેહા જોડે મનીષા મારવાડા નામની અન્ય યુવતી પણ હતી. ધનજીભાઇ, નેહા અને મનીષા કારમાં તેમના મિત્રના મકાનમાં ગયા હતા. જ્યાં ધનજીભાઇ અને નેહા રૂમમાં ગયા અને મનીષા ચોકી કરતી હતી. એ વખતે ૩૦ વર્ષના એક યુવાને આવીને હોબાળો મચાવ્યો હતો. તથા ૧૫ હજાર રૂપિયા ભરેલું પર્સ ઝુંટવી મામલો પતાવવા ૨૫ લાખ માગ્યા હતા. ધનજીભાઇ એ મિત્ર નરેશને ફોન કરી ૫ લાખ લઇને આવવા જણાવ્યું હતું. મિત્રને શંકા જતા તેણે પોલીસ સાથે રાખી હતી. જ્યાં પોલીસ સાથે રાખી હતી. જ્યાં પોલીસ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
ગેંગે બ્રેસલેટ સહિત 1.60 લાખ પડાવી લીધા
મીરજાપરમાં બંધક બનાયેલા ધનજીભાઇ પાસેથી 10થી 15 હજાર ભરેલું પર્સ ઝુટંવી લેવાયા બાદ બહાર પાર્ક થયેલી તેમની કારમાં રહેલું 4 તોલા સોનાનું બ્રેસલેટ મળી કુલ 1.60 લાખની મત્તા ગુમ હતી જે આરોપીઓએ ચોરી લીધી હતી. જેથી ત્રણ નામજોગ સહિત કુલ પાંચ લોકો સામે લુંટ, મૃત્યુનો ભય બતાડીને ખંડણી ઉઘરાણી, ગેરકાયદે ગોંધી રાખવા,માર મારવો, ગુનાહિત ષડયંત્ર રચવું તેમજ છરી રાખવા સહિતની કલમો તળે ફરિયાદ દાખલ કરાઇ છે.


comments powered by Disqus