ભોપાલઃ વર્ષ 2011માં ઉજ્જૈનમાં થયેલી મારપીટની ઘટનાના મામલે ઈન્દોરની અદાલતે આજે પૂર્વ મુખ્યમંત્રી તથા કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ, પૂર્વ સાંસદ ગુડ્ડૂ સહીત 6 આરોપીને એક-એક વર્ષની કારાવાસની સજા સંભળાવી છે અને પાંચ-પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો છે. કોંગ્રેસના કાર્યક્રમમાં દિગ્વિજય સિંહ, પ્રેમચંદ ગુડ્ડૂ અને અન્ય 7 લોકોનો ભાજપ કાર્યકર્તાઓ સાથે વિવાદ થયો હતો.

