અમરેલી જિલ્લાના દુધાળા ગામના સરોવરમાં નાહવા પડેલા પાંચ તરૂણોનાં ડૂબી જવાથી મોત

Tuesday 29th March 2022 15:17 EDT
 

અમરેલીઃ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના નારણ સરોવરમાં નાહવા પડેલા પાંચ તરૃણોનાં પણ ડૂબી જવાથી મોત નિપજ્યા હતા. તરવૈયાઓ દ્વારા ત્રણ કલાકની શોધખોળ બાદ તમામ પાંચ કિશોરોના મૃતદેહ મળતા તેમના પરિવારમાં માતમ છવાયો હતો. જયારે સમગ્ર અમરેલી જિલ્લામાં અરેરાટી ફેલાઈ હતી.
દુધાળા ગામે આવેલા નારણ સરોવરમાં આજે બપોરનાં સમયે નાહવા પડેલા ૫ કિશોરો એક પછી એક પાણીમાં ગરકાવ થયા હતા. જેમાં વિશાલ મેર, નયન ડાભી, રાહુલ જાદવ, મીત ગળથીયા અને હરેશ મોરીના મોત નિપજ્યા હતા.


comments powered by Disqus