ઇટાનગરઃ અરુણાચલ પ્રદેશના લોહિત જિલ્લામાં એકમાત્ર દર્દી રવિવારે સ્વસ્થ થયા બાદ રાજ્ય કોરોના વાઈરસથી મુક્ત થઈ ગયું છે. અરુણાચલ પ્રદેશ કોરોના મુક્ત થનારું પહેલું રાજ્ય બની ગયું છે. રાજ્યમાં ૧૫ માર્ચથી કોરોના સંક્રમણનો કોઈ નવો કેસ નોંધાયો નથી. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૬૪,૪૮૪ છે, જ્યારે સાજા થનારાની સંખ્યા ૬૪,૧૮૮ છે. કોરોનાથી ૨૯૬ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં ૧૬,૫૮,૫૩૬ થી વધુ લોકોએ કોવિડ રસીના ડોઝ લઈ લીધા છે.

