એરલાઈન્સ કંપનીઓએ ભાડામાં કર્યો 60 ટકા વધારો

Tuesday 29th March 2022 15:51 EDT
 

મુંબઈઃ જેટ ફ્યૂઅલના ભાવ ઐતિહાસિક ઉંચી સપાટીએ પહોંચતા એરલાઇન્સ કંપનીઓએ દિલ્હી-મુંબઇ સહિત મોટાભાગના રૂટ પરના વિમાન ભાડાં વધાર્યા છે. એરલાઈન્સના આ પગલાને કારણે કેટલાક રૂટ પર હવાઈ ભાડું લગભગ બમણું થઈ ગયું છે. દિલ્હી-મુંબઈ, હૈદરાબાદ-દિલ્હી અને ચેન્નાઈ-દિલ્હી જેવા વ્યસ્ત રૂટ પર સરેરાશ ભાડાં એક વર્ષ પહેલાં કરતાં 50-60 જેટલાં વધી ગયાં છે.
21 અને 31 માર્ચની વચ્ચે ભારતના સૌથી વ્યસ્ત રૂટ, દિલ્હીથી મુંબઈ સુધીની ફ્લાઈટનું આયોજન કરતા મુસાફરોએ વન-વે ટિકિટ ભાડા માટે લગભગ રૂ. ૭,૯૫૬ ચૂકવવા પડશે. ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલના આંકડા અનુસાર આ ભાડું એક વર્ષ પહેલાના
ભાડા કરતા લગભગ ૬૦ ટકા વધારે છે.


comments powered by Disqus