આણંદઃ ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ 23 વર્ષ અગાઉ રેશમાબેન પટેલ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા ત્રણ થી ચાર વર્ષમાં બંને વચ્ચે ખટરાગ ચાલતો હતા. આ મામલે બોરસદ આવેલાં રેશ્માબેને મીડિયા સમક્ષ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભરતસિંહ છુટાછેડા માટે રેશમાબેન પટેલ પર દબાણ કરતાં હતા. છેલ્લા ચારેક વર્ષથી ખોટી રીતે હેરાન કરતાં હતા તેમજ બોરસદ ખાતે આવેલા ઘરમાં પ્રવેશવા દેતા ન હતા. જેથી રેશમા પટેલે કોર્ટના દ્વારા ખખડાવ્યાં હતા. સાથોસાથ જિલ્લા પોલીસવડા પાસેથી પોલીસ રક્ષણની માગ કરતાં વિવાદ વધુ વર્કર્યો છે. આ અંગે રેશ્માબેને વધું આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, મારા પતિ ભરતસિંહ સોલંકી મારા પરિવારને ધાકધમકી આપે છે, બદનામ કરી રહ્યાં છે. મને ખોટી રીતે હેરાન કરી રહ્યાં છે. ખોટી હકીકત ઉભી કરી છૂટાછેડા મેળવવા માટે દબાણ કરી રહ્યાં છે. બોરસદ ખાતે આવેલા બેવલી હિલ્સ, શિવશકિત બંગ્લોઝમાં હું તેમની સાથે રહેતી હતી. અમેરિકાથી પરત ફર્યા બાદ તેમણે ઘરમાં પ્રવેશવા નહીં દેવાયાનો દાવો કર્યો હતો. સાથે જ જાનને ખતરો હોવાનું પણ જણાવ્યું હતું. આ માટે તેમણે બોરસદ કોર્ટમાં દાદ માંગી છે. સાથોસાથ પોલીસમાં અરજી કરી સુરક્ષા પણ માગી છે.
