જમ્મુ-કાશ્મીરના નરસંહારની તપાસ માટે સીટ રચવા માગ

Tuesday 29th March 2022 15:54 EDT
 
 

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં 1989-2003 દરમિયાન હિન્દુઓ અને શીખોના નરસંહાર અંગે સુપ્રીમ  કોર્ટમાં એક અરજી થઈ છે. અરજીમાં આ ઘટનામાં સંડોવાયેલા ગુનેગારોની ઓળખ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવાની માગણી કરવામાં આવી છે. આ અરજી ‘વી ધ સિટિઝન્સ’ નામની એક એનજીઓએ દાખલ કરી છે. અરજીમાં જમ્મુ-કાશ્મીરમાં નરસંહારનો ભોગ બનેલા અથવા તેમાંથી બચીને પલાયન થવામાં સફળ થયેલા હિન્દુઓ-શીખોની ગણતરી કરવાનો નિર્દેશ આપવાની પણ માગણી કરાઈ છે.


comments powered by Disqus