જૂનાગઢ: જૂનાગઢના માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક શરૂ થઇ ગઇ છે. હાલમાં આવક સાવ ઓછી રહી છે. અંદાજે એકાદ મહિના બાદ ફૂલ સિઝન શરૂ થતા આવક વધશે. હાલ ૧૦ કિલો બોક્ષનો ભાવ રૂપિયા ૧,૦૦૦થી લઇને ૧,૭૦૦ સુધીનો બોલાયો છે. હાલ જૂનાગઢના ડુંગરપુર વિસ્તારમાંથી કેસર કેરી આવી રહી છે. હજુ સિઝનની શરૂઆત હોય દૈનિક ૩૦ થી ૪૦ બોક્સ આવી રહ્યા છે. હરરાજીમાં આ ૧૦ કિલોના બોક્સનો ભાવ રૂપિયા ૧,૦૦૦થી લઇને ૧,૭૦૦ સુધીનો બોલાયો છે. હજુ સિઝનની શરૂઆત છે. ફૂલ સિઝન જામી નથી. ફૂલ સિઝનને હજુ ૧ મહિનો લાગી શકે છે. આ વખતે કમોસમી વરસાદ અને પ્રતિકૂળ વાતાવરણના કારણે આગોતરો માલ બગડી ગયો છે.

