નડિયાદઃ સોશિયલ મીડિયાના માધ્યમથી નર્સિંગ ભણેલી નડિયાદની યુવતી રિચા (નામ બદલ્યું છે)ને વિધર્મી યુવકે પ્રેમજાળમાં ફસાવ્યાનો લવ જેહાદનો કિસ્સો નડિયાદમાં પ્રકાશમાં આવ્યો છે. યાસર નામના યુવકે રિચાને કહ્યું હતું કે, તું તારા માતા પિતાને પોલેન્ડ નોકરીએ જવાનું છે તેમ કહીં 5 લાખ લઈ આવ પછી આપણે બંને દુબઈ જઈ લગ્ન કરી લઈશું. પ્રેમમાં અંધ યુવતી 5 લાખ લઈ આવી પછી યુવકે યુવતીને એકલી દુબઈ મોકલી દીધી અને દેહવેપાર ચાલે તેવી હોટેલમાં ઉતારો આપ્યો હતો.
એક ભારતીય વેઈટરે યુવતીને અહીંથી તાત્કાલિક નીકળી જવાનું કહેતાં યુવતી ત્યાંથી ભાગી ૧૫ દિવસ ભટકતી રહી હતી, યુવકે દુબઈ જવાનો વાયદો કર્યો હતો પરંતું તે ગયો નહીં પરંતુ યુવતીએ ગમે તેમ કરી પોતાને પરત લઈ જવાનું કહેતાં યુવકે ટિકિટ મોકલી તેને ભારત બોલાવી લીધી હતી. યુવતીના માતા પિતાને એવું હતું કે દીકરી પોલેન્ડ છે. પણ અહીં ચાર માસ સુધી એક રૂમમાં ગોંધાઈને યુવતી વિધર્મી યુવકના હવસનો શિકાર બનતી રહી હતી. શારિરીક અને માનસિક ત્રાસ અસહ્ય બનતાં યુવતીએ પોતાના માતા પિતાનો સંપર્ક કરી સત્ય જણાવવાની હિંમત કરી અને હેવાનિયતની હદ વટાવતો લવ જેહાદનો કિસ્સો પોલીસ ફરિયાદ નોંધાવવા સાથે બેનકાબ થયો છે. આખરે પોલીસે મુસ્લિમ પરિવારના 8, મદદગારી કરનાર ૨ મળી કુલ ૧૦ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી છે.મકાનમાં ગોંધી પરિવારજનોએ અસહ્ય ત્રાસ આપ્યો
રિચા જ્યારે દુબઈથી જેમતેમ કરીને પાછી ફરી ત્યારે યાસર તેના પિતા જાબીર અને નાના ભાઈ ફૈઝલે મળી રિચાને રણમુકતેશ્વર સોસાયટીના એક મકાનમાં ગોંધી રાખી. આ દરમિયાન યાસર અને તેના પરિવારે મળી રિચા પર શારીરીક માનસિક ત્રાસ ગુજાર્યો. આખરે તેણી પોલીસ સ્ટેશન પહોંચી જ્યા યાશર પઠાણ સહિત ૮ પરિવારજનો અને સમગ્ર ગુનામાં મદદગારી કરનાર અન્ય ૨ મળી કુલ ૧૦ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
