નૌકાદળ જાસૂસી કાંડઃ NIAની મુંબઈ-ચેન્નાઈની 3 ટીમના ગોધરામાં દરોડા

Tuesday 29th March 2022 15:31 EDT
 

અમદાવાદ: કથિત નેવી જાસૂસી કાંડ સંદર્ભે NIAની ટીમોએ સ્થાનિક પોલીસને સાથે રાખીને ગોધરાના પશ્ચિમ વિસ્તારમાં સર્ચ ઑપરેશન હાથ ધર્યું હતું. જે બાદ ગોધરાની એક મહિલા અને બે પુરુષોને અહીંની સ્થાનિક એસપી કચેરી ખાતે લાવીને તેમના નિવેદન લેવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ હૈદરાબાદની એક ટીમ દ્વારા ગોધરાની મુલાકાત લઈને કેટલાક લોકોના નિવેદનો લેવામાં આવ્યા હતા. આ દરમિયાન NIA તેઓના મોબાઈલ ફોન પણ કબજે કરીને વધુ તપાસ માટે લઈ જવાયા હતા.
જણાવી દઈએ કે, ગોધરામાં છેલ્લા 2 વર્ષ દરમિયાન અનેક વખત બહારના રાજ્યોની NIA ટીમ આવી ચૂકી છે. અગાઉ ભારતીય સેનાના જાસૂસી કાંડમાં ગોધરાના અનસ નામના શખ્સની સંડોવણી બહાર આવી હતી. જેની અહીંના પોલનબજારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ઉત્તર પ્રદેશ NIA દ્વારા અનસના સંપર્કમાં આવેલા 20થી વધુ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી.
ફરિયાદમાં શંકાસ્પદ કોણ-કોણ?
• મહેશ કુમાર અસોડા • ભાવલિયા હરેશભાઈ
• કિરણકુમાર ઓલંકી • નીતિનકુમાર પોદાર
• ઈમરાન પરમાર • કૈદજોહર વોહરા • મોહમ્મદ યાસીન • અખાત્રી ઉર્ફે ગફાર ખત્રી • મોહમ્મ હનીફ ઢાંકી • હરેશ ગાડન • વિપિન ભટ્ટ
• ગોપાલ ગોફને • વસીમ • પલ પરમાર, પાકિસ્તાની ઈન્ટેલિજન્સ ઓફિસર
અગાઉ ગોધરાના બે ભાઈની ધરપકડ કરાઈ છે
વિશાખાપટ્ટનમ જાસૂસી પ્રકરણમાં અગાઉ ગોધરા કનેક્શન બહાર આવ્યું હતું. જે આધારે એનઆઈએ ટીમે ગોધરા વાલીફળિયા-3 વિસ્તારમાં રહેતા ઈમરાન ગીતેલીની ધરપકડ કરી હતી. ઈમરાનના બેન્કિંગ વ્યવહાર શકના દાયરામાં હતા. જે આધારે તપાસ એજન્સીએ તેના પાસેથી કેટલાક ડોક્યુમેન્ટ સહિતની વસ્તુઓ સાથે ઈમરાન અને તેના ભાઈ અનલની પણ ધરપકડ કરી હતી.


comments powered by Disqus