નવીદિલ્હીઃ સરકારની ખાનગીકરણની નીતિઓના વિરોધમાં કેટલાક કામદાર સંઘો તેમજ રાજકીય પક્ષો દ્વારા બે દિવસ ભારત બંધનું એલાન આપવામાં આવ્યુ હતું જેમાં કેટલાક રાજ્યોનાં લાખો કામદારો અને કર્મચારીઓ જોડાયા હતા. ખાસ કરીને પશ્ચિમ બંગાળ અને કેરળમાં બંધની વધારે અસર જોવા મળી હતી. અન્ય રાજોયમાં બંધની આંશિક અસરથઈ હોવાનું જાણવા મળે છે. કામદારો સંઘોએ દાવો કર્યો હતો કે દેશના 8 રાજ્યોમાં બંધની અસર થઈ હતી. જેમાં તામિલનાડુ, કેરળ, પુડ્ડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગણા, ઓડિશા અને આસામ તેમજ હરિયાણા અને ઝારખંડનો સમાવેશ થાય છે. બેન્કિંગ તેમજ જાહેર માર્ગ પરિવહન સેવાો, વીમા સર્વિસ તેમજ ખાણકામ સેવાઓ ખોરવાઈ હતી. તમામ રાજ્યોમાં આવશ્યક સેવાઓ ચાલુ રહી હતી.

