નવીદિલ્હીઃ ઊર્જાના ક્ષેત્રે ભારત મોટી હરણફાળ ભરવા માટે તૈયાર છે. આગામી ત્રણ વર્ષમાં દેશમાં 10 પરમાણુ ઊર્જા પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. આ પરમાણુ ઊર્જા પ્લાન્ટના નિર્માણ પાછળ રૂ. 1.05 લાખ કરોડનો ખર્ચ થશે. કર્ણાટના કૈગામાં 2023માં 700 મેગાવોટના ન્યૂક્લિયર પાવર પ્લાન્ટનો પાયો નંખાવાની સાથે જ ભારત ત્રણ વર્ષમાં ફ્લીટ મોડમાં એક સાથે 10 પરમાણુ રિએક્ટરનું નિર્માણ કરશે. પરમાણું ઊર્જા વિભાગ (DAE)ના અધિકારીઓએ સંસદીય સમિતિને જણાવ્યું હતું કે કૈગા એકમ પાંચ અને છનું એફપીસી 2023માં અપેક્ષિત છે.
ગોરખપુર, હરિયાણા અણુ વિદ્યુત પ્રોજેક્ટના એકમોમાં ત્રણ અને ચાર, તે સિવાય માહી બાંસવાડા રાજસ્થાન પરમાણુ ઊર્જા પ્રોજેક્ટ એકમ એકથી ચારનું એફપીસી 2024માં અપેક્ષિત છે. મધ્ય પ્રદેશ પરમાણુ ઊર્જા પ્રોજેક્ટના એકમોમાં એક અને બેનું એફપીસી 2025 થવાની સંભાવના છે. DAE અધિકારીના અનુસાર ફ્લીટ મોડ પ્રોજેક્ટ્સ માટે જથ્થાબંદ સ્તરે ખરીદી કરાઇ રહી છે. ગોરખપુર એકમ 3 અને 4 તેમજ કૈગા એકમ 5 અને 6 ના ટર્બાઇન આઇલેન્ડ માટે એન્જીનિયરિંગ, ખરીદી અને નિર્માણ પેકેજ આપી દેવાયા છે. કેન્દ્ર સરકારે જૂન 2017માં સ્વદેશી વિકસિત દબાણયુક્ત હેવી વોટર સંયંત્રના નિર્માણને મંજૂરી આપી હતી.
હાલ ભારતમાં 22 રિએક્ટરનું સંચાલન
હાલમાં ભારતમાં 6780 મેગાવોટની કુલ ક્ષમતા સાથે 22 પરમાણુ રિએક્ટરનું સંચાલન થાય છે ગુજરાતના કાકરાપારમાં 700 મેગાવોટનું રિએક્ટર ગયા વર્ષે 10 જાન્યુઆરીએ ગ્રિડ સાથે જોડાયું હતું, પરંતુ હજુ સુધી તેનું કોમર્શિયલ સંચાલન શરૂ થયું નથી. PHWR કુદરતી યૂરેનિયમને ઇંઘણના રૂપમાં અને હેવી વોટરને મોડરેટરના રૂપમાં ઉપયોગમાં લે છે, જે ભારતના પરમાણું ઊર્જા કાર્યક્રમના મુખ્ય આધારના રૂપમાં સામે આવ્યા છે.

