મુંદ્રાના ડ્રગ્સ કાંડમાં વધુ નવ આરોપીની પંજાબથી ધરપકડ

Tuesday 29th March 2022 15:23 EDT
 

અમદાવાદ: કચ્છના મુદ્રા બંદરે રૂ. 21,000 કરોડના હેરોઈનના જથ્થા મામલે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા પંજાબના નવ આરોપીની ટ્રાન્સફર વોરન્ટના આધારે ધરપકડ કરીને અમદાવાદની ખાસ કોર્ટમાંથી 31મી માર્ચ સુધીના પોલીસ રિમાન્ડ મેળવ્યા છે. નવ આરોપીઓમાં સરબિત સિંઘ ઉર્ફે સેઠી મનજીત સિંઘ, જન્નત ગુઇ કાકર અબ્દુલ હબીબ, મુજાહિદ શિવનારી લાઝીર ખાન, શમી ઉલ્લાહ અફ્ઘાન થૂર ખાન, મોહમ્મદ લાલ કાકર ખુદાહીન, લમ્તિયાઝ અહેમદ મુમતાઝ ,ઈમરાન અહેમદ અલી અહેમદ, જસબીર સિંઘ પ્રકાશ સિંઘ અને બલવિન્દર સિંઘ સજ્જન સિંહનો સમાવેશ થાય છે.
એનઆઈએના અધિકારી આર.એ. રાજપુરોહિતે નવ આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં ખાસ સરકારી વકીલ અમીત નાયરે કોર્ટને જણાવ્યું હતું કે, આ સમગ્ર ડ્રગ્સકાંડ માં ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફ્યિા સંડોવણી છે. જેમાં અફ્ઘાનિસ્તાન, પાકિસ્તાન અને ભારતના ડ્રગ્સ માફ્યિાઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી કરીને તેના નાણાં આંતકવાદી પ્રવૃત્તિઓમાં વાપરવામાં આવતા હતા. વોન્ટેડ આરોપી વતી મહમદ હુસેન શાહએ હવાલા રેકેટ આચર્યુ છે. ડ્રગ્સની વેચાણ કર્યુ છે તેની તપાસ કરવાની છે. ભારતમાં ડ્રગ્સમાં લાવવાની મોડન્સ ઓપરેટિવ છે તેની તપાસ કરવાની છે.


comments powered by Disqus