રિવર લિન્ક પ્રોજેક્ટના વિરોધમાં હજારો આદિવાસીઓ ગાંધીનગરમાં

Tuesday 29th March 2022 15:29 EDT
 
 

ગાંધીનગર: રાજ્યમાં આદિવાસીઓના હક્કની લડત માટે કોંગ્રેસ દ્વારા ગાંધીનગરમાં બોલાવાયેલા સંમેલને પગલે પોલીસ દ્વારા જડબેસલાક કિલ્લેબંધી ગોઠવી દેવામાં આવી હતી તેમ છતાં સત્યાગ્રહ છાવણી ખાતે હજારોની સંખ્યામાં આદિવાસીઓ ઉમટી પડ઼યા. હતા. ભાજપ સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવી તાપી-નર્મદા રીવરલીંક પ્રોજેક્ટને કોઈ પણ કાળે આગળ નહીં ધપવાની નેમ સાથે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે પહોંચેલા કોંગ્રેસી આગેવાનો અને આદિવાસીઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. જેમાં પોલીસે કોંગ્રેસના પ્રમુખ સહિત 100થી વધુ કાર્યકરોની અટકાયક કરી હતી.
દક્ષિણ ગુજરાતમાં કેન્દ્ર સરકાર દ્વારા તાપી નર્મદા રીવરલીંગ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે જેના કારણે આદિવાસીઓની જમીન છિનવાઈ જવાનો ભય તેમને સતાવી રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે આદિવાસીઓ આંદોલન ચલાવી રહ્યા છે ત્યારે આજે વિધાનસભા સત્ર વચ્ચે ગાંધીનગરમાં કોંગ્રેસે આદિવાસી સંમેલન યોજ્યું હતું. આ સંમેલનને લઈને સરકાર પણ એલર્ટ થઈ ગઈ હતી અને ગાંધીનગરમાં પ્રવેશતાં તમામ માર્ગો પોલીસ કિલ્લેબધીમાં કેદ કરી દીધા હતા.


comments powered by Disqus