સુરત: સુરતમાં એક અનોખો મેળો યોજાયો હતો. ચિલઝડપ સહિતના ગુનામાં સંડોવાયેલા ૨૮૦ જેટલા ગુનેગારોએ એક સાથે એકત્ર કરાયા હતા. આ ગુનેગારોને સાથે એકઠા કરવા પાછળ તેની લેટેસ્ટ પ્રોફાઇલ તૈયાર કરવા, નવા સ્ટાફ ગુનેગારોને ઓળખે અને ગુનેગારોને સુધારવાનો આશય હતો. પોલીસ કમિશનર અજ્યકુમાર તોમર દ્વારા ગુજરાત સહિત દેશના ઇતિહાસમાં એક નવતર પ્રયોગ કરાયો હતો. છેલ્લા છ વર્ષ દરમિયાન મોબાઇલ ફોન, સોનાના ચેઇનની ચિલઝડપ સહિતના ગુનામાં પકડાયેલા અને જામીન મુક્ત થયેલા ગુનેગારોની શહેર પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અંદાજે ૨૮૦ જેટલા ગુનેગારોની અટકાયત કરીને પોલીસ પરેડ ગ્રાઇન્ડ ખાતે એકત્ર કરાયા હતાં.
